uBO Lite (uBOL) એ MV3-આધારિત સામગ્રી અવરોધક છે. મૂળભૂત નિયમસમૂહ uBlock Origin ના મૂળભૂત ફિલ્ટરસમૂહને અનુરૂપ છે: - uBlock Origin ની બિલ્ટ-ઇન ફિલ્ટર યાદીઓ - EasyList - EasyPrivacy - Peter Lowe's જાહેરાત અને ટ્રૅકિંગ સર્વર યાદી તમે વિકલ્પો પેજની મુલાકાત લઈને વધુ નિયમસમૂહો સક્ષમ કરી શકો છો -- પોપઅપ પેનલમાં _Cogs_ આઇકન પર ક્લિક કરો. uBOL સંપૂર્ણપણે ઘોષણાત્મક છે, એટલે કે ફિલ્ટરિંગ થવા માટે કાયમી uBOL પ્રક્રિયાની જરૂર નથી, અને CSS/JS ઇન્જેક્શન-આધારિત સામગ્રી ફિલ્ટરિંગ એક્સ્ટેંશન દ્વારા નહીં પરંતુ બ્રાઉઝર દ્વારા જ વિશ્વસનીય રીતે કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે સામગ્રી અવરોધ ચાલુ હોય ત્યારે uBOL પોતે CPU/મેમરી સંસાધનોનો ઉપયોગ કરતું નથી -- uBOL ની સર્વિસ વર્કર પ્રક્રિયા _માત્ર_ જ્યારે તમે પોપઅપ પેનલ અથવા વિકલ્પો પેજો સાથે સંપર્ક કરો છો ત્યારે જરૂરી છે.